મોરબીના બેઠાપુલ પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત

- text


મોરબી : મોરબીના બેઠાપુલ પર આજે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બાઈકચાલક અને રીક્ષાચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના પાડાપુલની નીચે તાજેતરમાં નિર્માણ પામેલા બેઠાપુલ પર આજે જીજે ૩૬ યુ ૧૫૩૬ નંબરની રીક્ષા અને જીજે ૩ ડીએચ ૮૦૧૮ નંબરના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષા પલ્ટી પણ મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં બન્ને વાહનચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે હજુ સુધી પોલીસ ચોપડે કોઈ નોંધ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text