મોરબી : એલ.ઇ.કોલેજના છાત્રો દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પ યોજાયો

પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ૧૩૦ બોટલ રક્ત એકત્રિત કરાયું

મોરબી : મોરબીની એલ.ઇ.કોલજના છાત્રોના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા એલ.ઇ.કોલેજ રોડ, અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ગ્રુપના છાત્રોએ ૧૩૦ યુનિટ રક્ત એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોરબી બ્લડબેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. સાગરભાઈ સદાતિયા, મહેશભાઈ ભોંરણિયા તેમજ પ્રતિકભાઈ બોધરાના સૌજન્યથી આયોજિત આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા પટેલ સોશ્યલ ગ્રુપના સભ્યો અને સેવાભાવી વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en