મોરબી : મકારસંક્રાતિની મોજ માટે સંઘરેલો ઈંગ્લીશનો જથ્થો ઝડપાયો

મોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે એલ.સી.બી.ના દરોડા દરમ્યાન ત્રણ બુટલેગર ઝબ્બે : એક ફરાર

મોરબી : મકરસંક્રાતિની ઉજવણી માટે મોરબીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગમે તે તહેવારોને “છાંટો પાણી” કરીને મનાવતા પ્યાસીઓની પ્યાસ બુજાવવા વેચણાર્થે સંગ્રહ કરી રખાયેલા ઈંગ્લીશ દારૂના જથ્થાને ત્રણ અલગ અલગ જગ્યાએથી મોરબી એલ.સી.બી.એ ઝડપી પાડી ત્રણ આરોપીની અટકાયત કરી છે જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ રાખી છે.

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામેથી યુવરાજસિંહ ઉર્ફે ઘેલુભા ભીખુભા ઝાલાના રહેણાંક મકાનમાંથી દેશી બનાવટની અંગ્રેજી દારૂની ૨૦ બોટલ કિં.૬૦૦૦ તેમજ આરોપીની વાડીની ઓરડી માંથી ઈંગ્લીશ દારૂની ૨૧૦ બોટલ કિં.૭૦’૪૦૦ તથા બિયરના ટીન નંગ ૨૦ કિંમત ૨૦૦૦ આમ કુલ રૂ. ૭૨૪૦૦ના મુદ્દામાલ મળી બંને જગ્યાએથી કુલ મળીને રૂ.૭૮૪૦૦/નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા એક બનાવમાં મોરબી તાલુકાના પાનેલી ગામની સિમમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૬ કિંમત રૂ.૧૯૮૦૦/ જપ્ત કરી ભરત દેવા અબસણીયા રહે. રાતાવિરડા તા.વાંકાનેરને ઝડપી પાડ્યો છે.જ્યારે રસિક છના અબાસણીયા રહે.રાતાવિરડાનું નામ તપાસમાં ખુલતા એની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en