હવે મોરબીમાં અસરકારક જાહેરાત માટે હરતી,ફરતી ડિજિટલ LED વેન

મોરબીમાં ડિજિટલ પબ્લિસિટીનો નવો કોન્સેપ્ટ : જુદા – જુદા ૧૬ સ્થળો ઉપર ધમાકેદાર એડવર્ટાઇઝમેન્ટ

મોરબી : હાલ દરેક ક્ષેત્રમાં ડિજિટલની બોલબાલા છે ત્યારે મોરબીમાં સાઈ ગ્રુપ દ્વારા તદ્દન નવો કોન્સેપ્ટ શરૂ કરી અસરકારક પબ્લિસિટી માટે આઈ કેન ડિજિટલ LED વેન શરૂ કરવામાં આવી છે. જે નજીવા દરે લોકો સુધી આપની જાહેર ખબર પહોંચાડશે.

મોરબીના સાઈ દાંડિયા ધમાલ દ્વારા આઈ કેન મીડિયાના બેનર હેઠળ ડિજિટલ વેન શરૂ કરવામાં આવી છે જેમાં ૭×૫ ની એલઇડી સ્ક્રીન ઉપર ઓડિયો – વિડીયો જાહેર ખબર પ્રસિદ્ધ કરી કોઈપણ પ્રકારની જાહેર ખબર લોકો સુધી સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે.

ટીવી જેવા માધ્યમોમાં જાહેર ખબરના ભાવની તુલનાએ આઈ – કેન ડિજિટલ વેનમાં એકદમ નજીવા દરે કોઈપણ જાહેર ખબર સ્થાનિક લોકો સુધી સરળતાથી પહોંચાડવામા આવી રહી છે.

મજાની વાત તો એ છે કે આઈ – કેન ડિજિટલ મીડિયા વેન મોરબીના ૧૬ અલગ – અલગ નક્કી કરેલા સ્પોટ ઉપર સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી અવિરત પણે જાહેરાત લોકો સુધી પહોંચાડશે. સાથે સાથે આઈ – કેન ડિજિટલ વેનમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવામાં આવી છે જેથી જાહેર ખબર આપનાર કલાઇન્ટ હાલમાં ડિજિટલ વેન કયો એરિયા કવર કરે છે તે આસાનીથી જાણી શકે છે.

આઈ કેન ડિજિટલ વેનમાં જાહેર ખબર આપવા અને વધુ વિગતો જાણવા મો.૮૪૫૩૫૩૫૮૫૮ ઉપર સંપર્ક કરવો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en