મોરબીમાં ડીવાયએસપી તરીકે મુકેશ ચૌધરીનું અજમાયશી ધોરણે પોસ્ટિંગ

 

મોરબી : તાજેતરમાં તાલીમ પૂર્ણ કરેલ ૧૯ ઉમેદવારોને ડીવાયએસપી તરીકે અજમાયશી ધોરણે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ડીવાયએસપી તરીકે મુકેશ ચૌધરીને મુકવામાં આવ્યા છે.

મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-૧ની જગ્યાઓ પર નિમણૂક માટે ફાળવણી કરેલ ઉમેદવારોને બે વર્ષની અજમાયશી નિમણૂંકના આદેશો કરવામાં આવેલ હતા. આ આદેશો અન્વયે અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી) તરીકે ફરજમાં જોડાયેલા અને હાલ પોલીસ એકેડેમી, કરાઈ ખાતે ૧ વર્ષની તાલીમ પૂર્ણ કરનાર ૨૫ પૈકી ૧૯ નાયબ પોલીસ અધિક્ષકોને પ્રેક્ટિકલ તાલીમ માટે પોસ્ટિંગ પર મુકવામાં આવ્યા છે. જેમાં મુકેશ ચૌધરીને મોરબીમાં ડીવાયએસપી તરીકે અજમાયશી ધોરણે મુકવામાં આવ્યા છે.