મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં દાંતની જાળવણી અંગે સેમિનાર યોજાયો

તજજ્ઞ તબીબ અને તેની ટીમ દ્વારા વિનામૂલ્યે દાંતનું ચેકઅપ કરાયું

મોરબી : મોરબીની ઉમા વિદ્યા સંકુલ ખાતે દાતની જાળવણી અંગે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડો. ભોરણીયા દ્વારા દાતની જાળવણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સ્ટાફ અને વિદ્યાર્થીઓના દાંતનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું.

અત્યારે દિવસેને દિવસે દાંત અને પેઢાના દુખાવા, દાંતમાં લોહી નીકળવું, દાંતમાં ક્ષાર જમા થવો, દાંત પીળા પડી જવા વગેરે સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે ત્યારે આ અંગે સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન મોરબીના ખ્યાતનામ ડૉ. પ્રમિતસર ભોરણિયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સાથે તેમની ડેન્ટિસ્ટ ટીમ પણ ઉપસ્થિત રહી હતી.જેમને ઉમા વિદ્યા સંકુલના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના દાંતનું ફ્રી ચેકઅપ કર્યું હતું.

આ સાથે વિદ્યાર્થીઓને નિયમિત દાંતની સફાઈ કરવા અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. સમયસર હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા તે બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયા, ડો. ભોરણિયા અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en