મોરબીમાં આગામી રવિવારે ભવ્ય શાકોત્સવનું આયોજન

- text


આ ઉત્સવમાં અનેક અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલો ઉપસ્થિત રહી ઉત્સવનો લાભ લેશે

મોરબી: મોરબીમાં સરદારબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદીર તથા પુજારા અને બાવરવા પરિવાર દ્વારા તારીખ ૧૩ જાન્યુઆરીને રવિવારે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શાકોત્સવની સાથે સાથે ઘણાં પ્રસંગોની ઉજવણી થશે.

- text

તારીખ ૧૩નાં રોજ સાંજે ૪ થી ૭ યોજાનારા આ ઉત્સવમાં ઠાકોરજીનું સામૈયું, રાસોત્સવ, ધૂન કીર્તન, સત્સંગ, અતિથિઓનુ સન્માન, સંતોના આશીર્વચનો તથા શાકોત્સવનો મહાપ્રસાદ પણ યોજાશે. આ ઉત્સવનાં યજમાન ઘનશ્યામભાઈ નાનાભાઈ પુજારા પરિવાર અને શાંતિલાલ ઓધવજીભાઈ બાવરવા પરિવાર છે. આ ભવ્ય શાકોત્સવમાં અનેક સંતો, મહંતો તથા બહેન ભક્તોને વિશેષ લાભ પ્રદાન કરવા માટે સાંખ્યયોગી રાજકુંવરબા અને ઉષાબા મંડળ સાથે પધારશે. આ શાકોત્સવમાં સંતો દ્વારા તૈયાર કરવામાં આવેલુ શાક મહાપ્રસાદ રૂપે આપવામા આવશે. આ શાકોત્સવમાં અનેક અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલોને પણ આમંત્રણ આપવામા આવ્યું છે.

આ શાકોત્સવનો લાભ જનસામાન્યને લેવા માટે ભક્તિનંદન સ્વામી તેમજ સત્સંગ સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

- text