મોરબીમાં ઇ-ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટોનું કલેકટરને આવેદન

- text


મોરબી સહિત સૌરાષ્ટ્ર- કચ્છના ૪૫૦૦ જેટલા રિટેઇલર્સ તેમજ હોલસેલરોએ સતાધીશોને આવેદન પાઠવ્યુ

મોરબી : ઇ-ફાર્મસી દ્વારા થતું દવાનું વેચાણ અને ડીસ્પેન્સીંગ ગેરકાયદેસર અને જોખમી હોવાની રજુઆત સાથે આજરોજ સમગ્ર ભારતના આશરે ૮.પ લાખ જેટલા દવાના વેપારીઓએ સરકારી તંત્ર સામે હલ્લાબોલનો કાર્યક્રમ આપ્યો હતો. સોૈરાષ્ટ્ર-કચ્છમાં પણ આશરે ૪૫૦૦ જેટલા રીટેલર્સ તથા હોલસેલર્સ ઇ-ફાર્મસીનો રોષભેર વિરોધ કરીને બેનર-સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને સત્તાધીશોને આવેદન પાઠવ્યા હતાં. જે અંતર્ગત મોરબીમાં પણ કેમિસ્ટોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ઇ ફાર્મસી સામે વિરોધ નોંધાવ્યો હતો.

આવેદનમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારના ગેઝેટ નોટીફીકેશન નંબર ૮૧૭, તા. ૨૮-૮-૨૦૧૮ સંદર્ભે જ જણાઇ આવે છે કે દવાનું ઓનલાઇન વેચાણ તથા તેની જાહેરાત વિગેરે ગેરકાયદેસર છે.ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટમાં નોંધાયેલ કુલ સંખ્યા ૮.પ લાખ જેટલી છે. તેમના ઓફિસ સ્ટાફ તથા પરિવાર મળીને કુલ ૬૦ થી ૭૦ લાખ વ્યકિતઓના રોજગાર તથા રોજીરોટી ઉપર અસર થાય તેમ છે.

- text

આ ઉપરાંત આવેદનમાં માંગણીઓ તથા રજુઆતો કરાઈ હતી કે નાર્કોટીકસ તથા સાયકોટ્રોપીક કન્ટેન્ટ અને હેબીટફોર્મિંગ ડ્રગના ઓનલાઇન વેચાણને કારણે યુવાધન ઉપર નકારાત્મક અસર પડવાની સંભાવના છે. મેડીકલ સ્ટોરની જેમ જ ઓનલાઇન દવા વેચાણમાં પણ યોગ્ય પ્રિસ્ક્રીપ્શન તથા ફાર્માસીસ્ટની હાજરી હોવી જોઈએ. વિવિધ દવાના ભાવો પણ ઓનલાઇન કંપનીઓ તથા દવાના ધંધાર્થીઓ માટે એક જ સરખા રાખવા જોઈએ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text