ટંકારામાં લોકરક્ષક પરીક્ષાના તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે વિવિધ સંસ્થા દ્વારા વિનામૂલ્યે રહેવાની સુવિધા

- text


ટંકારામાં એક પણ ગેસ્ટ હાઉસ ન હોવાથી ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે રહેવાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ

ટંકારા : ટંકારામાં રહેવા માટે કોઈ ગેસ્ટ હાઉસની સગવડ ન હોય આગામી રવીવારે લોકરક્ષકની પરીક્ષા આપવા દૂરથી આવતા તમામ જ્ઞાતિના ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તેવા આશયથી ‘મોરબી અપડેટ’ ટીમ અને વિદ્યાર્થી એકતા સંગઠન અને ગ્રાહક સુરક્ષા દ્વારા રહેવાની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

સુરેન્દ્રનગર, લીંબડી, કરછ, ભુજ સહિતના દુર દુરના સેન્ટરોથી આગામી તા. ૬ ને રવિવારના રોજ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવતા દરેક ઉમેદવારનુ ઋષિ ભુમી ટંકારામા હાર્દિક સ્વાગત કરવામા આવશે. તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે ‘મોરબી અપડેટ’ ટીમ અને વિદ્યાર્થી એકતા સંગઠન અને ગ્રાહક સુરક્ષા દ્વારા રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા કોઈ ગેસ્ટ હાઉસ કે જાહેર જાજરુની કોઈ વ્યવસ્થા નથી માટે શૌચાલયની સુવિધા સાથે રહેવા માટેની સુંદર સગવડ ઉભી કરાઇ છે.

મોરબી જિલ્લાના ટંકારાના કોઈ પણ કેન્દ્રમા પરીક્ષા આપવા માટે આવે તે કોઈ પણ જ્ઞાતિના ઉમેદવારને જો કોઈ પરેશાની મુંજવણ કે દુવિધા હોય તો તાત્કાલિક ‘મોરબી અપડેટ’ ટીમના જયેશ ભટાસણા મો.નં.૮૧૪૧૨૦૮૮૭૩, વિધાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચર ધોડાસરા મો.નં. ૯૬૦૧૬૯૬૫૯૬, ગાહક સુરક્ષા મંડળ પ્રમુખ મો. નં.૯૬૮૭૨૭૦૬૬૫નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text