મોરબીમાં આઇટી દરોડામાં કરોડોના બેનામી વેચાણ વ્યવહારની ક્રોસ તપાસ શરૂ

- text


ત્રણ કરોડ રોકડા જપ્ત : ૨૫ બેન્ક લોકર સીલ : સર્ચ – સર્વે યથાવત

મોરબી : મોરબીના કૅપશન અને કોરલ ગ્રુપમાં ૩૬ કલાક બાદ પણ સર્ચ સર્વેનો ધમધમાટ ચાલુ છે અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવતા હવે ઇન્કમટેક્સ દ્વારા વેપારના આંકડાઓની ક્રોસ તપાસ શરૂ કરતાં આ તપાસ વધુ લંબાઈ તેવા સાફ – સાફ સંકેતો મળી રહ્યા છે.

ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કૅપશન અને કોરલ ગ્રુપમાં ગુરુવારે વહેલી સવારે ઇન્કમટેકસના દરોડા શરૂ થયા બાદ હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત રહ્યો છે, અને દરોડાની કાર્યવાહીમાં ૩ કરોડ જેટલી રોકડ જપ્ત કરી ૨૫ લોકરો સીલ કરી દેવામાં આવ્યા છે.

- text

બીજી તરફ ઇન્કમટેક્સના બાહોશ અધિકારીઓના હાથમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝના કબૂતર બીલિંગના સુરાગ મળી જતા વેપારીઓ સાથે કરવામાં આવેલી લેવડ દેવડનો કરોડોનો આંકડો હાથે ચડી ગયો છે અને હવે ઇન્કમટેક્સ દ્વારા આ મુદ્દે ક્રોસ તપાસ ચાલુ કરી હોવાનું પણ ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

- text