ટંકારાના નેકનામ નજીક જીનિંગ મિલમાં આગ

- text


 

સાહેબ જીનિંગ મિલમાં આગને પગલે મોરબી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

મોરબી : જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ નજીક આવેલ જીનિંગ મિલમાં આજે શુક્રવારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળતા આ લખાય છે ત્યારે મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાની કામગીરીમાં લાગી છે.

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના મિતાણા પડધરી રોડ ઉપર નેકનામ ગામથી આગળ આવેલ સાહેબ જીનિંગ મિલમાં અચાનક આગ ફાટી નીકળતા મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા પાણીનો મારો ચાલુ કર્યો છે, આગને કારણે મોટાપાયે નુકશાન પહોચ્યું હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે.

- text

- text