દારૂ ઢીંચીને રોલા પાડતા ૪ કારચાલકો સહિત ૧૧ પકડાયા

- text


પોલીસે દારુ પીને વાહન ચલાવતા પાંચ તેમજ ચાલીને જતા ૬ શખ્સોને પકડી પાડ્યા

મોરબી : મોરબી પંથકમાં દારૂ પીને રોલા કરતા ૪ કારચાલકો સહિત ૧૧ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે દારૂ ઢીંચીને વાહન ચલાવતા હોય તેવા ૫ અને ચાલીને જતા હોય તેવા ૬ શખ્સોને પકડી પાડ્યા હતા.

મોરબી પોલીસે દારૂ પીને કાર ચલાવતા શખ્સો સામે ગઈકાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબીના ગેંડા સર્કલ પાસેથી પીધેલી હાલતમા ડ્રાઇવિંગ કરતા માઈકલ વેલેન્ટાઇન ડિસોઝા ઉ.વ.૫૪ રહે. યમુનાનગર, મોરબીવાળાને, હરિપર કેરાળા પાટિયા પાસેથી રામદેવસિંહ જ્યેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૨૪ રહે. હરિપર કેરાળાવાળાને તેમજ જીજ્ઞેશ જગદીશભાઈ આચાર્ય ઉ.વ.૩૧ રહે. ગાંધીધામવાળાને જ્યારે જેતપર રોડ પરથી વિશાલ જેશા ધોળકિયા ઉ.વ. ૩૪ રહે. આદિપુર વાળાને પકડી પાડ્યા હતા. સાથે પીધેલી હાલતમાં ટેન્કરચલાક સ્વામીનાથ જંગી સાહની ઉ.વ. ૪૦ને માળિયાની ભીમસર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો.

- text

આ ઉપરાંત દારૂ પીને છાંકટા બનીને રોલા પાડતા લોકોને પણ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબીના શનાળા રોડ પરથી ઉપેન્દ્ર નથુભાઈ સરડવા ઉ.વ. ૪૮ રહે. રાજકોટવાળાને, ઉમિયા સર્કલ પાસેથી દિલીપ ગણેશ કાવર ઉ વ. ૪૫ રહે. લક્ષ્મીવાસવાળાને, ગેંડા સર્કલ પાસેથી ધનજી જેઠાભાઇ જાદવ ઉ.વ. ૨૦ રહે સુભાષનગર વાળાને અને મનોજ સનાભાઈ બારૈયા રહે. ત્રાજપર ખારીવાળાને, બૌધનગરમાંથી સુરેશ અરજણભાઈ મૂછડીયા રહે. બૌધનગરવાળાને તેમજ ટંકારાના ઓટાળા ગામેથી જીતેન્દ્ર નથુભાઈ પરમાર ઉ.વ. ૩૫ને ઝડપી પાડ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text