મોરબીના મકનસર નજીક ટ્રેલરે હડફેટે લેતા યુવકને ઇજા

- text


મોરબી : મોરબીના મકનસર નજીક ટ્રેલરે એક યુવકને હડફેટે લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં યુવકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગેની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મકનસર નજીક વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર બંધુનગરની સામે આવેલ પેટ્રોલ પંપ પાસે રાજેશકુમાર કાનજીભાઈ ઝીંઝવાડિયાને ટ્રેલર નં. આર.જે. ૧૯ જી.બી. ૯૬૦૮એ હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેઓને પગના ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

આ મામલે ઇજાગ્રસ્ત યુવકના સાળા સુરેશભાઈ અજનારીયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text