વાંકાનેર : કેરાળા ગામે રસ્તાના મુદ્દે પાંચ વ્યક્તિઓનો આત્મવિલોપનનો પ્રયાસ

- text


પોલીસે આત્મવિલોપન પેહલા આંદોલનકારીઓની અટક કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે છેલ્લા બે વર્ષથી ચાલતા રસ્તાના પ્રશ્ને અંદાજિત ૨૦ ગામના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા કેરાળા ગામના ન્યાય સમિતિના ચેરમેન એન.પી. સોલંકી અને અન્ય ચાર વ્યક્તિઓ દ્વારા તારીખ ૨૫/૧૨ના રોજ લેખિતમાં મુખ્યમંત્રીશ્રીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલી અને આ બાબતનું યોગ્ય નિરાકરણ ન આવતાં આજે તારીખ ૩/૧/૧૯ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ચાર વ્યક્તિઓ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવેલ. આત્મવિલોપનના પ્રયાસમાં નીતીનભાઇ પી .સોલંકી, સુરેશ ગગજી ધોળકિયા, ખોરજીયા અમીન હાજી અને ધોરીયા લખમણ ધનજીભાઇએ આત્મવિલોપનનો પ્રયાસ કરેલ.

ન્યાય સમિતિના ચેરમેને અગાઉથી આત્મવિલોપનની જાણ કરેલ હોવાથી સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ અને આ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે સતર્કતા દાખવી આત્મવિલોપનનો પ્રયાસ કરતી વ્યક્તિઓની ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસ મથકે લઈ જવામાં આવેલ.

આ બાબતે કેરાળા ના રસ્તા પર સમગ્ર ગામ લોકો ઉમટી પડેલ અને આજુબાજુના ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ ગ્રામજનોના જણાવ્યા મુજબ એક વ્યક્તિની અરજીના લીધે આજુબાજુના ૨૦ ગામના લોકો રસ્તો બંધ હોવાથી હેરાન છે પરંતુ અરજીકરતાના સગા ગુજરાત સરકારના મહત્વના હોદ્દા પર બિરાજમાન હોવાથી આ રસ્તો ખોલવામાં નથી આવતો અને પ્રજા હેરાન થઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text