મોરબી : સરકારને હજુ ખાનગી શાળાઓ ઉપર ફી નિયમન બાબતે ભરોસો નથી

ફી નિયમન કમિટી દ્વારા નક્કી કરાયેલ ફી જ વસૂલી છે એવું એફિડેવિટ રજૂ કરવા તાકીદ

મોરબી : માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓ ફી નિર્ધારણ કમિટી દ્વારા નક્કી કરાયેલી ફી જ વાલીઓ પાસેથી વસુલે છે એવા સોગંદનામા પંદર દિવસમાં શિક્ષણ અધિકારી પાસે જમા કરાવવાનો આદેશ કર્યો છે.

ફી નિયમનનો સરકારી આદેશ લાગુ થયો ત્યારથી એની તરફેણમાં તેમજ વિરુદ્ધમાં ઘણા ચડાવ ઉતાર આવતા રહ્યા છે. આદેશને ઘોળીને પી જનાર ખાનગી શાળા સંચાલકો સામે કહેવાતી કામગીરીની વાતો પણ બહાર આવી છે. ત્યારે હજુ પણ વાલીઓમાં ઘણી જગ્યાએ આ અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં સરકાર તરફથી એક જાન્યુઆરી ૨૦૧૯ના રોજ એક આદેશ જારી કરવામાં આવ્યો છે. જે મુજબ દરેક ખાનગી શાળા સંચાલકોએ આવનારી તા. પંદર જાન્યુઆરી સુધીમાં વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક એફિડેવિટ રજૂ કરવાનું રહેશે.જેમાં ૨૦૧૭-૨૦૧૮ તેમજ ૨૦૧૮-૨૦૧૯ના વરસ દરમિયાન વાલીઓ પાસેથી વસુલેલી ફી પહોંચની બે નકલ, જો હપ્તેથી ફી સ્વીકારી હોય તો એની વિગત સાથે એફિડેવિતની બે નકલ ૧૫ જાન્યુઆરી સુધીમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશની અવગણના કરનાર તેમજ એફિડેવિટ સમયસર રજૂ ન કરનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવું મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકીએ જણાવ્યું