મોરબીમાં જમીનના ઝઘડામાં બે પરિવારો વચ્ચે બધડાટી : કારમાં તોડફોડ

- text


બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા માળીયા વનાળિયા વિસ્તારમાં જમીનના વિખવાદમાં બે પરિવારો વચ્ચે મારામારી થયા બાદ કારને નિશાન બનાવીને તેમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે આવેલા માળીયા વનાળિયામાં રહેતા અને રીક્ષા ચલાવતા નાજાભાઈ બેચરભાઈ ચાવડાએ ત્યાંજ રહેતા મનોજ જુસબભાઈ મિયાણા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીને રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ સાથે જમીન બાબતે માથાકૂટ થઈ હોય તેનો ખાર રાખી ટેપ ધીમું વગાડવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ ગાડીમાંથી પાઇપ, ધોકા કાઢી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીને પુરઝડપે ચલાવી ફરિયાદી સાથે ભટકાડી ઇજા કરી હતી.

- text

જ્યારે સામાંપક્ષે મનોજભાઈ હમીરભાઈ શેખાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, જમીન બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી આરોપીઓ રમેશભાઇ જેઠાભાઇ, કરશનભાઇ ગાગજી ભાઈ,ચોંટી ભરતભાઇ, નરેશભાઈ મનજીભાઈ, માવજીભઈ છગણભાઈએ ફરિયાદીને બેફામ ઢીકાપાટુનો માર મારી તેમની ઇકો ગાડીમાં ધોકા ફટકારી તોડફોડ કરીને નુકસાન પહોંચાડયુ હતું. બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text