અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની ટીમ વાંકાનેરમાં

- text


મચ્છુ ડેમ, હોલમાતા ગૌશાળા અને કલાવડી ગામની મુલાકાત લીધી

વાંકાનેર : અછતગ્રસ્ત મોરબી જિલ્લાની મુલાકાતે આવેલી કેન્દ્ર સરકારની ટીમે આજે વાંકાનેરના કલાવડી ગામ, મચ્છુ ડેમ અને હોલમાતા મંદિરે ચાલતી ગૌશાળા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે કેન્દ્ર સરકારની ખાસ ટીમ સાથેનો કાફલો વાંકાનેર તાલુકાની મુલાકાતે આવ્યો હતો જેમાં કેન્દ્ર સરકારમાંથી સી. શ્રીનિવાસન ડી.જી.એમ. એફ.સી.આઈ., મીસ. સુખગીત કૌર ડાયરેક્ટર એગ્રીકલ્ચર, ડો. અન્સી મેથ્યુ તેમજ મોરબી જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ., વાંકાનેર પ્રાંત અધિકારી, પાણી પુરવઠા, મચ્છુ સિંચાઇ, પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગ, વાંકાનેર મામલતદાર સ્ટાફ, ટીડીઓ સ્ટાફ સાથે અન્ય સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ટીમે સ્થાનિક લોકો સાથે વિવિધ પ્રશ્નો અંગે જાણકારી મેળવેલ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી પોતાનો રિપોર્ટ સરકારશ્રીને સુપ્રત કરી અછત અંગે વિસ્તૃત રિપોર્ટ મેળવ્યો હતો.

વધુમાં આ ટીમે વાંકાનેર તાલુકાના કલાવડી ગામે મુલાકાત લઇ લોકો પાસેથી રૂબરૂ માહિતી મેળવી હતી ત્યારબાદ વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સાઈટ પર જઈ પાણી અંગેની માહિતી પ્રાપ્ત કર્યા બાદ હોલમઢ મંદિરે ચાલતી ગૌશાળાની મુલાકાત લઈ પશુપાલન અંગે માહિતી મેળવેલ અને સંચાલક તરફથી ગૌશાળા અંગે અછતના સમયમાં જરૂરી અભિપ્રાયો મેળવ્યા બાદ આ ટીમ પાછી મોરબી જવા રવાના થઇ હતી.

- text

- text