મોરબીમાં વિનામૂલ્યે સંસ્કૃત શીખવા માટે વર્ગો શરૂ

- text


મોરબીના પચાસથી વધુ સંસ્કૃત જિજ્ઞાસુઓ સંસ્કૃત શીખવા અધીરા બની વર્ગમાં જોડાયા

મોરબી:મોરબીમાં સંસ્કૃત ભાષા જીવંત રાખવા માટે સંસ્કૃત ભારતી મોરબી સંસ્થા દ્વારા સંસ્કૃત શીખવા માંગતા જિજ્ઞાસુ લોકો માટે વિનામૂલ્યે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના પચાસથી વધુ જ્ઞાન પિપાસુઓ જોડાયા છે.

સંસ્કૃત ભારતી મોરબી દ્વારા તા.11 થી 20 ડિસેમ્બર સુંધી દરરોજ રાત્રીના 8-30 થી 10-30 સુધી મોરબીના સામાકાંઠે એલ ઇ કોલેજ રોડ ઉપર કેસરબાગ સામે આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે સંસ્કૃત ભાષા શીખવા માટેના વિનામુલ્યે વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.અને આજથી આ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત ભાષાના તજજ્ઞ જીગરભાઈ ભટ્ટ સઁસ્કૃત ભાષનું જ્ઞાન આપી રહ્યા છે.જ્યારે ઉચ્ચાર શુદ્ધિ, ભાષા પ્રભુત્વ તથા અખૂટ જ્ઞાન ભંડાર સમજવા માટે તેમજ સામાજિક સમરસતા અને નવ ભારતના નિર્માણ માટે સસ્કૃત ભાષા શીખવી જરૂરી હોવાથી 18 વર્ષ કે તેથી ઉપરની ઉંમરના કોઈપણ ભાઈબહેનો આ વર્ગનો લાભ લઇ શકે છે.

હાલમાં મોરબીના પચાસથી વધુ લોકો દેવભાષા સંસ્કૃત શીખવા અધીરા બની સંસ્કૃતનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવી રહ્યા છે, સંસ્કૃતના વર્ગોમાં જોડાવવા માટે નગર નિયોજક કિશોરભાઈ શુક્લ 98257 41868,નગર સહસયોજક મયુરભાઈ શુક્લ 98256 33154 તથા ઉષાબેન પંડિયા 97147 61725 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

 

- text