લો ફેકલ્ટીમાં મોરબીની દિપાલીને ત્રણ – ત્રણ ગોલ્ડ મેડલ

- text


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા એક સાથે ૩ ગોલ્ડ મેડલ મેળવતી યુનિવર્સિટી પ્રથમ આવેલી મોરબી ઓસેમ ગૃપની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજની વિદ્યાર્થીની

મોરબી : તાજેતર મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૫૩ મો પદવીદાન સમારોહ યોજવામા આવ્યો હતો જેમા કાયદા વિદ્યાશાખામા મોરબી ઓસેમ ગૃપ સંચાલીત શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજની વિદ્યાર્થીની પરમાર દીપાલીબેન મહેશ ભાઈને એક સાથે ૩ ગોલ્ડ મેડલ ગુજરાત રાજ્ય ના ગવર્નર શ્રી ઓ.પી. કોહલી સાહેબના વરદ્ હસ્તે એનાયત કરવામા આવ્યા હતા. પરમાર દીપાલીબેનને શ્રી ડો. હરસુખભાઈ સંઘવી ગોલ્ડ મેડલ, શ્રી રતિલાલ અભેચંદ મણીયાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત શ્રી પ્રવિણભાઈ રતિલાલ મણીયાર ગોલ્ડ મેડલ તથા શ્રી રસીકલાલ રતિલાલ મણીયાર ગોલ્ડ મેડલ એનાયત કરવામા આવ્યા હતા.

મોરબી ના ઈતિહાસમા કોઈ વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમા એક સાથે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. વધુમા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમની આ સિધ્ધી બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમની આ સિધ્ધી બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા, ભવ્યદીપસિંહ જેઠવા, સંસ્થાના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text