બોલેરો સરખી ચલાવ કહી માળિયાના મોટા દહિસરામાં હિચકારો હુમલો

- text


માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના ફાટક નજીક બોલેરો ચાલકને બોલેરો સરખી ચલાવ કહી ચાર શખ્સોએ હુમલો કરતા હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ રહીમભાઈ સુમારભાઈ સોતા, ઉ.વ.૨૩ ધંધો મીઠાનો વેપાર રહે મુળ વવાણીયા તા માળીયા મી હાલે ખીરસરારોડ પર આવેલ વાડીવાળા પોતાની બોલેરો કાર લઈને જતા હતા ત્યારે મોટા દહીંસરા ગામના ફાટક પાસે અજાણ્યા મોટર સાયકલ વાળાએ બોલેરો સરખી ચલાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી ફોન કરી આરોપી અજયસિહ ભાવુભા જાડેજા તથા બીજા બે અજાણ્યા માણસો ને બોલાવી ફરીયાદી તથા સાહેદ ને લાકડી ના ધોકા તથા પાઈપ વતી માર મારી ફરીયાદીનુ માથુ ફોડી નાખી તેમજ કપાળે તથા શરીરે મારમારી મુંઢ ઇજા કરતા ફરિયાદ નોંધાવી હતી.

- text

 

- text