મોરબી પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા સ્વસ્તિક શાળાના બાળકો

મોરબી : મોરબીના પીપળી ગામ પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણીક સંકુલના ધોરણ ૪ ના બાળકોને પોસ્ટ ઓફિસની મુલાકાતે લઈ જઈ શાળા દ્વારા પોસ્ટ વિભાગની કામગીરીથી અવગત કરાવાયા હતા.

મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પ્રવૃતિમય શિક્ષણમા હંમેશા અગ્રેસર રહે છે ત્યારે ધોરણ ૪ ના બાળકોને પોસ્ટ ઓફીસની મુલાકાતે લઈ જઈ બાળકોને પોસ્ટ ઓફિસથી અવગત કરાવવામાં આવ્યા હતા.

વધુમાંઆ મુલાકાત કરવાનો ખાસ હેતુ પોસ્ટ ઓફીસના તમામ વિભાગોની પ્રત્યક્ષ માહિતી મળે અને ઉંડાણ પુર્વક માહીતી મળે તે હેતુથી મુલાકાત કરી હતી, જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ તમામ વિભાગો ની માહીતી આપી હતી ત્યારે બાળકોને ખુબજ આનંદ થયો હતો આ તકે સંસ્થાના પ્રમુખ હેમંતભાઈ રાજપરા અને પ્રિન્સિપાલ મયુરભાઈ માકાસણાએ મોરબી પોસ્ટઓફીસના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.