હાશ ! ખટારો મળી ગયો : ચોરીનો ભેદ ખોલવામાં એલસીબીની ઝડપી કામગીરી

મોરબી : મોરબીના રવિરાજ ચોકડી વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રક એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં શોધી કાઢી ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જો કે ટ્રક ચોરી જનારાઓ સુધી પોલીસ પહોંચી શકી નથી.

મોરબી જિલ્લા પોલીસવડા ડો.વાઘેલાએ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસને વાહન ચોરીઓના
બનતા ગુનાઓ અટકાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી. સ્ટાફ વાહન
ચોરીઓ શોધવા સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. જયવંતસિંહ
ગોહીલ તથા પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે.
ફ.ગુ.ર.નં.૧૯૬૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરાયેલ ટાટા કંપનીનો ટ્રક
રજીસ્ટ્રેશન નં.GJ-12-0-7673 કી.રૂ.૯,૦૦,૦૦૦/- વાળો મોરબી-ચરાડવા રોડ પર નર્મદા કેનાલ
પાસે, ખુલ્લા પટમાથી બિનવારસી હાલતમાં મળી આવતા કજે કરી મોરબી તાલુકા પોલીસ
સ્ટેશનમાં સોપી આપ્યો ગતો.

આમ, મોરબી એલસીબી ટીમ દ્વારા ચોરીમાં ગયેલ ટ્રક ગણતરીની ઘડીઓમાં શોધી કાઢી પ્રશન્સનીય કામગીરી કરી હતી.