ચપટી વગાડી ચોરને પકડી લેતી વાંકાનેર પોલીસ

- text


ગઈકાલે રાત્રે ચોરી થઈ અને કલાકોમાં આરોપી પકડાયો

મોરબી : મોરબી જિલ્લામાં ચટ્ટ મંગની પટ્ટ બ્યાહના વાયરા વચ્ચે પોલીસ પણ ચપટી વગાડી ગણતરીની કલાકોમાં જ ચોર પકડી રહી છે, ગઈકાલે રાત્રે વાંકાનેરના આરોગ્યનગરમાં થયેલ ચોરીના બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ૨૪ કલાક પહેલા જ આરોપીને મુદામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદી ગોપાલભાઈ સોમાભાઈ જોલાપરા, ઉવ.૪૪ રહે.વાંકાનેર આરોગ્યનગરવાળાએ જાહેર કરેલ કે પોતાના રહેણાક મકાનના કબાટમાંથી સોનાના દાગીના જેમા સોનાનો ચેન નંગ.૨ તથા સોનાની
બુટી નંગ.ર સોનાની સર નેગ.૨ કૂલ રૂપીયા ૭૨,૦૦૦ ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

તપાસ દરમ્યાન શકદાર આરોપી જયેશભાઇ દિનેશભાઇ સોમાણી જાતે.કોળી ઉવ.૧૮ રહે વાંકાનેર આરોગ્યનગર વાળાને પોલીસે શંકાના આધારે પુછપરછ કરતા આ ગુનો કર્યાની કબુલાત આપતો હોય તા.૨૭ ના સાંજે સાત વાગ્યે ધોરણસર અટક કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે પોલીસના અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ આ ચોરીનો આરોપી ગઈકાલે જ પકડાયો હતો અને ચોરી અંગેની કબૂલાત આપતા પાછળથી પોલીસે ઘરધણીને બોલાવી ફરિયાદ નોંધી ક્રાઈમ રેટ ઘટાડવાનો હથકંડો અપનાવ્યાની પોલીસ બેડામાં પણ વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે, આ સંજોગોમાં એ વાત તો સ્પષ્ટ છે કે વાંકાનેરમાં અનેક ચોરીની ઘટનાઓ એવી છે જેમાં પોલીસને ફરિયાદ નોંધવામાં કષ્ટ પડી રહ્યું છે તો બીજી તરફ ચોવીસ કલાકમાં ચોર પકડાયાના નાટક કરી પ્રજાજનોને ઉલ્લુ બનાવાઈ રહ્યા છે.

પોલીસની આ સફળ કામગીરી પો.સબ ઇન્સ. એમ જે.ધાધલ, એ.એસ.આઇ નરશીભાઇ પારધી, પો.હેડ કોન્સ મનસુખભાઈ દેગામડીયા, પો.કોન્સ અંકુરભાઈ ચાંચુ, પો.કોન્સ મહેન્દ્રભાઈ વડગામા, પો.કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. હરેશભાઇ આગલ પો.કોન્સ અરવિંદભાઈ ઓળકીયા સાહિતનાઓએ કરી હતી.

 

- text