ટંકારાના હડમતિયામાં ગ્રામસભાનો ફિયાસ્કો

- text


તાલુકા અને જિલ્લાના સયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રામસભામા ગણ્યા-ગાઠ્યા ગ્રામજનો અને કર્મચારીઓ જ હાજર રહેતા વહિવટીતંત્રના આબરુના ધજાગરા

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે યોજાયેલ ગ્રામસભામાંના નાટકમાં અગાઉના પ્રશ્નોનું નિરાકરણ ન થયું હોવાથી ગ્રામજનો હજ રહ્યા ન હતા તો બીજી તરફ અનેક વિભાગોના કર્મચારીઓ પણ ગ્રામસભામાં ન ડોકાતા ગ્રામસભાનો ફિયાસ્કો થયો હતો.

ટંકારા તાલુકાના હડમતિયામાં ગ્રામસભાના કાર્યક્રમો તો યોજાઈ છે પણ ગત ગ્રામસભાના પ્રશ્નો હજુ પણ અધ્ધરતાલ હોવાના કારણે ગ્રામજનોની નિરશતાના કારણે ગણ્યા-ગાઠ્યા જ લોકોમા સરકારી કર્મચારીઅોમાં શિક્ષકો, આરોગ્ય કર્મચારી, આંગણવાડી સંચાલકો અને હેલ્પર જ હાજર હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. વારંવાર ગ્રામસભામા ગામના અનેક પ્રશ્નો જેવા કે જુના ગામની સનદ, અેન.અેફ.અેસ.અે. (નેશનલ ફ્રૃડ સિક્યોરીટી અેક્ટ) હેઠળ અન્નપુરવઠો, પીવાના પાણીનો પ્રશ્ન, પંચાયતઘરના નવા બિલ્ડીંગનું નિર્માણ, જુની નિશાળ પાડવાની મંજુરીનો મામલો, સો ચોરસવાર પ્લોટની માંગણી, ઈન્દીરા આવાસ યોજના હેઠળ મકાનની અરજીનો નિકાલ, બીપીઅેલ તેમજ અન્યને મળતા ગેસ સિલિન્ડરના પ્રશ્નો, પંચાયતનનું મકાન ખાલી કરવા બાબત જેવા અનેક પ્રશ્નનો નિકાલ હજુ સુધી જૈસે થે જ છે

- text

આ ગ્રામસભામાં હડમતિયા તલાટીકમ મંત્રી મનિષાબેન ગજેરા, સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડા, પંચાયત સદસ્ય કૈલાશબેન ગીરીશભાઈ સગર, ટંકારા તાલુકા પંચાયત ટીપીઅો વિસ્તરણ અધિ. ડી.જે કોરીંગા, મોરબી જીલ્લાપંચાયત જીલ્લા આર.સી.અેચ ડો. આશિષ સરસાવાડીયા, રેન્જ ફોરેસ્ટર અોફિસર ડી.અેલ. કોરીંગા, ટંકારા જીઈબી, હડમતિયા સબ સેન્ટર આરોગ્ય વિભાગના ભીંડીબેન તેમજ લજાઈ પીઅેચસી સેન્ટરના મધુબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.

- text