જાંબુડિયા નજીક ટ્રેલરે એક્ટિવા હડફેટે લેતા ત્રણને ઇજા

- text


મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા નજીક ટ્રેલર ચાલકે ટ્રિપલ સવારી એક્ટીવાને હડફેટે લેતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કલમકીશોર સોહનલાલ પટેલ રહે અમરનાથ સો.સા. વાંકાનેરવાળનો પુત્ર અભય પોતાનુ એકટીયા મો.સા રજી નં. GJ-36-J-0584 લઈ તેના મિત્ર સત્યમ તથા પ્રમોદકુમારને બેસાડી વાંકાનેર તરફ આવતો હતો ત્યારે ટેઇલર રજી નં. RJ 06-GG-1033 ના ચાલકે પોતાના કબ્જાનુ ટેઇલર પુરઝડપે ગફલત ભરી રીતે રોંગ સાઇડ માં ચલાવી એક્ટીવાને હડફેટે લેતા ત્રણેયને ઈજાઓ પહોંચી હતી.

- text

- text