વાંકાનેરમાં ટ્રાફિક વોર્ડન અને રિક્ષાચાલક વચ્ચે છુટા હાથની મારામારી

- text


રીક્ષા સાઈડમાં લેવા મામલે બોલાચાલી બાદ રિક્ષાચાલકને લમધારી નખાયો

વાંકાનેર : વાંકાનેરમાં આજે નજીવી બાબતે રીક્ષા ચાલક અને ટ્રાફિક વોર્ડન વચ્ચે છૂટાહાથની મારામારી થતા ટ્રાફિક વોર્ડને રિકેચલકને ઝૂડી નાખતા ગંભીર ઈજાઓ સાથે રિક્ષાચાલકને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર દાણાપીઠ ચોકમાં ટ્રાફિક વોર્ડન દ્વારા રિક્ષાચાલકને રીક્ષા સાઈડમાં લેવાનું જણાવતા ટ્રાફિક વોર્ડન અને અહેમદ હુસેન મતવા વચ્ચે રકઝક થઈ હતી જેમાં ટ્રાફિક વોર્ડન દ્વારા અહેમદ હુસેન મતવાને લાકડી વડે મારતા માથાના ભાગે ઇજા થતાં પ્રથમ સિવિલ હોસ્પિટલ વાંકાનેરમાં દાખલ કરેલ અને બાદમાં હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.

- text

- text