મોરબી ફાયરિંગ પ્રકરણમાં ૮ શ્રમિકો ઝડપાયા

- text


ફાયરિંગ કરનાર કારખાનેદાર પોલીસ પકડથી દૂર

મોરબી : ગુરુવારની રાત્રીના મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલા ઓરમ ( સુરાણી) સિરામિક નામના કારખાનામાં પગારના પૈસા મુદ્દે શ્રમિકોએ પથ્થરમારો કરતા કારખાનેદારે ફાયરિંગ કર્યા હતા. આ ઘટનામાં ગઈકાલે સાંજે પોલીસે ૮ શ્રમિકોને ઝડપી લીધા હતા પરંતુ ફાયરિંગ કરનાર કારખાનેદાર હજુ પોલીસ પકડથી દૂર છે.

મોરબીના જેતપર રોડ પર પાવડીયારી પાસે આવેલા ઓરમ (સુરાણી ) સિરામીક કારખાનામાં ગુરુવારની રાત્રે કારખાનાના માલિક અને મજૂરો વચ્ચે મજૂરીના નીકળતા લેણા પેસા મામલે બબાલ થયા બાદ ફાયરીંગની ઘટના બની હતી જેમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી કે, મજૂરોના પેસા ચૂકવવા મામલે ૮ મજૂરોએ માથાકૂટ કરી પથ્થરમારો તથા ઓફિસમાં તોડફોડ કરી તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો

- text

સામાપક્ષે લેબર કોન્ટ્રાક્ટરે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, મજૂરોના બાકી પૈસા મામલે કારખનેદાર પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા બે મજૂરોને ઇજા પહોંચી હતી ત્યારે આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ કારખાનાના મજૂરો રાજકુમાર જયરામભાઈ પીડિત, હેમંત ભગવાન મિશ્રા, અભિષેક નિર્મળ, કુમાર તતવા, અમલેશ અશોકસિંહ રાજપૂત, કેતન રામબિહારી પ્રસાદ, વિજય રાકેશ તિવારી, રાજુ સુલ્તાનભાઈ પંડિત, અને નસૂરિભાઈ સૂખારીભાઈ યાદવને મોરબીના પીપળી ગામના પાટિયા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text