વાંકાનેરની યુવતી ડ્રેસ રીપેર કરાવવા ગઈ અને ગુમ

- text


વાંકાનેર : વાંકાનેરના હશનપર, શકિતપરામાં રહેતા બાબુભાઇ રણછોડભાઇ પરછોડાની પુત્રી મનીષાબેન બાબુભાઇ  પરછોડા ઉ.વ ૨૧ પોતાના ઘેરથી તા.૧૩/૧૧/૧૮ ના બપોરના આશરે અઢીક વાગ્યા વખતે ડ્રેસ રીપેર કરાવવા જવાનુ કહી નીકળી ગયા બાદ પરત નહીં આવતા પોલીસમાં ગુમશુધા નોંધ કરવામાં આવી છે. વધુમાં ગમ થયેલ મનીષા શરીરે પાતળો બાંધો ધરાવે છે અને વાને ઘંઉવર્ણી તથા જમણા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં M ત્રોફાવેલ છે. જો કોઈને મનીષા અંગે પતો મળે તો તપાસનીશ અધિકારી વી.એન.સારદીયા પો.હેડ કોન્સ. મોં. 8264235732 ઉપર સંપર્ક કરવો.

- text

- text