ભારે કરી ! મોરબીના યુવાને કમિશનથી દારૂનો વેપલો ચાલુ કર્યોને ભેખડે ભરાયો

- text


ખાનગી નોકરી મૂક પડતી અને દારૂ વેચવાનો ગોરખધંધો ચાલુ કર્યોને અંટાયો

મોરબી : સીરામીક હબ મોરબીમાં રોજગારીની વિપુલ તક છોડી પટેલ યુવાને જલ્દી નાણાં કમાઈ લેવા ઈંગ્લીશ દારૂનો કમિશનથી વેપાર ચાલુ કરતા જ પોલીસની ઝપટે ચડી જતા આબરૂ લીલામ કરવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ચિરાગ પ્રભુલાલ કાવર, ઉ.વ-૨૭ ધંધો-પ્રાઇવેટ નોકરી રહે.લાલપર કેશુભાઇ પટેલની ચેમ્બરમાં શ્યામ હોટલ પાછળ તા.જી.મોરબી મુળ રહે.નાનાભેલા તા.માળીયા (મી) જી.મોરબી વાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલપેક બોટલો નંગ-૦૬ કિ.રૂ.૧૮૦૦ હીરો કંપનીના સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રુ.૧૫,૦૦૦ વાળામાં વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરી તેમજ રોક્ડ રૂ.૪૦૨૦/- મળી કૂલ રૂ.૨૦૮૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ પટેલ દારૂનો આ જથ્થો રાજનભાઇ પટેલ રહે.લાલપર વાળો મો.નં-૯૮૨૪૬૬૬૬૭૮ વાળા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ચિરાગની ધરપકડ કરી કમિશનથી દારૂ વેચવા આપનાર રાજન પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text