માળીયા હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે બોલેરો ચેપાઈ : એકનું મોત

માળીયા : માળીયા નેશનલ હાઇવે ઉપર દેવસૉલ્ટ નજીક વિચિત્ર અકસ્માતમાં બોલરોને પાછળથી ઠોકર મારી ટ્રક ચાલકે આગળ ઉભેલા ટ્રક વચ્ચે ચગદી નાખતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા હાઇવે ઉપર ટ્રક નં GJ 12 AU 9106 ના ચાલકે ટ્રક પુર ઝડપે અને બે ફીકરાઇથી અને
ગફલતભરી રીતે ચલાવી બોલેરો ગાડીને પાછળથી ઠોકર મારતા આગળ ઉભેલ ટ્રક સાથે બોલેરો દબાઇ જતા લખાભાઇ બોધાભાઇ સુસરા જાતે-ભરવાડ ઉવ-૬૧ ધંધો-ખેતી રહે-ભલગામ તા વાકાનેર જી-મોરબીવાળના ભત્રીજાનું મોત નીપજ્યું હતું તથા બોલેરોમાં બેઠેલ સાહેદને શરીરે ઇજા કરી આરોપી નાશી ગયો હતો.

ઘટના અંગે લખાભાઇ બોધાભાઇ સુસરા જાતે-ભરવાડ ઉવ-૬૧ ધંધો-ખેતી રહે-ભલગામ તા વાકાનેર જી-મોરબીવાળની ફરિયાદના આધારે માળીયા પોલીસે ગુન્હો નોંધી નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

file photo