ટંકારાના છત્તર ગામે રાજકોટના ગઠિયા કળા કરી ગયા ! ખેડૂતની જમીન લખાવી લઈ નાણાં ન ચૂકવ્યા

- text


ભલાભોળા ખેડૂતની જમીનનું સાટાખત લખાવી પૈસા ચુકવવાને બદલે ઠેંગો બતાવતા પોલીસ ફરિયાદ

ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામે રાજકોટના બે ભેજાબાજ ગઠિયાઓ દ્વારા ભલાભોળા ખેડૂતની જમીન ખરીદવાને નામે સાટાખત કરાવી પૈસા ન ચુકવતા આ મામલે છેતરપિંડી થયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકના છત્તર ગામે બાપદાદાની જમીન ધરાવતા દિવ્યેશભાઇ નાનજીભાઇ રંગાણી, ઉવ ૩૦ ધંધો- વેપાર રહે.હાલ રાજકોટ ટેલીફોન એકસચેન્જ પાછળ ગોલ્ડનપાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ મુળ રહે. છતરગામ તા ટંકારા જી- મોરબીવાળા સાથે જમીન વેચાણ અંગે તેમના દાદા સાથે (૧) વિજયભાઇ ભગવાનજીભાઇ મુંગરા રહે. રાજકોટ (ર) રાકેશભાઇ જેઠાભાઇ કાનગડ રહે. રાજકોટ તથા અન્યોએ જમીન ખરીદવા નક્કી કરી બાદમાં સાટાખત કરાવી લઈ ચેક કે રોકડા નાણાં ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

વધુમાં રાજકોટના બન્ને ગઠિયાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી દિવ્યેશભાઇ નાનજીભાઇ રંગાણીના દાદાની ખેતીની જમીનનો કબ્જા રહિતસાટાખત કરાવી લઇ ફરી.કે ફરી.ના દાદાને પૈસા કે ચેક નહી આપી ફરી.તથા ફરી.ના દાદા સાથે
વિશ્વાસઘાત છેતરપીંડી કરી એકબીજાની મદદગારીથી ગુન્હો કરતા આ મામલે ટંકારા પોલીસે આઇપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text