માળિયાના ખીરઇ ગામેથી પરણીતાં ગુમ

- text


માળીયા : માળીયા તાલુકાના ખીરઇ ગામે રહેતા કાદરભાઇ રાસંગભાઇ સામતાણી ઉ. ૩૨ની પત્નિ રૂક્સાનાબેન ઉ વ ૩૦ ગઇ તા.૦૮ ના કોઇને કહ્યા વગર જતા રહેલ છે, તેણીએ શરીરે ફ્રોક અને પેન્ટ પહેરેલ હતા, શરીરે મજબુત બાંધાની છે તથા હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે, ડાબી આંખના નેણ ઉપર વાગેલાનુ નિશાન છે,ઉંચાઇ ૪.૫ ફુટની છે, અને સગા-સંબંધીમા શોધખોળ કરતા મળેલ નથી. જે બાબતે પોલીસમાં જાહેર કરતા પોલીસે ગુમસુધા દાખલ કરી તમામ પોલીસ મથકોને જાણ કરી છે.

- text

- text