મોરબીના ચંદ્રેશનગરમાં જુગારનો દરોડો ! પાંચ જુગારી રૂ.૪૯૧૦ની રોકડ સાથે ઝડપાયા

- text


મોરબી : મોરબીના ચંદ્રેશનગરમાં પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને રૂ.૪૯૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ચંદ્રેશનગર શેરી નંબર પાંચમા જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા (૧) પ્રભુભાઇ કુંવરજીભાઇ અઘારા,
(૨) પ્રભુભાઇ રતિલાલ પૈજા, (૩) વિઠલભાઇ અમરશીભાઇ દેત્રોજા, (૪) દેવજીભાઇ હિરજીભાઇ, (૫) હિરેનભાઇ મનહરલાલ કુબાવત, ને રોકડા રૂ-૪૯૧૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.
આ મામલે પોલીસે જુગારધારાના કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી પાંચેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text