મોરબી : ખાણ ખનીજ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


એસઓજી ટીમે રાજકોટ નવગામમાંથી આરોપીને દબોચ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં ખાણખનીજ ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે રાજકોટ નવાગામથી ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.
મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તરફથી જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી.પો.ઈન્સ. એસ.એન.સાટી માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હતા તે દરમિયાન પો.હેડ કોન્સ. ફારૂકભાઇ પટેલ તથા એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટને મળેલ ખાનગી હકિકત આધારે પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા સાથે
રાજકોટ નવાગામ શકિત સોસાયટી શેરી નં.૪ માં તપાસ કરતા મોરબી તાલુકા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન.૧૫૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ
પ્રિવેન્સન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ ૨૦૦૫ ની કલમ ૩,૫,૬,૮,૧૩,૧૩(૧) ૧૩,(ર) ૧૩(૩) ૧૯ વિ. મુજબ ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જીતેન્દ્રભાઇ હરિલાલભાઇ જોશી જાતે બ્રાહ્મણ ઉ.વ.૫૨ રહે.રાજકોટ,નવાગામ
શકિત સોસાયટી શેરી નં.૪ ગાયત્રી નિવાસ તા.જી.રાજકોટ વાળો મળી આવતા Cr.P.C
કલમ ૪૧(૧)આઇ મુજબ તા.૧૨/૧૧/૨૦૧૮ ના રોજ ધોરણસર અટક કર્યો હતો.

- text

બાદમાં એસઓજી ટીમે આરોપીને મોરબી
તાલુકા પો.સ્ટે.ને સોંપી આપ્યો હતો.આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડકોન્સ.ફારૂકભાઇ પટેલ, પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફે કરેલ હતી.

- text