વાકાનેર નેશનલ હાઇવે પરથી અજાણ્યા પુરુષની લાશ મળી

 

વાંકાનેર : વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ પર આવેલ ગિરનાર કારખાનાના ગેટ પાસે ઝાડીમાંથી એક અજાણ્યો પુરુષ ઉંમર આશરે ૪૫ વર્ષ વાળાની લાશ મળી આવેલ છે જેને રાજકોટ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવી છે

આ અજાણ્યા પુરુષે ગળાના ભાગે સફેદ કલરની સૂતરની જનોઇ પહેરેલ છે, કમરના ભાગે કાળા કલર નો દોરો બાંધેલ છે અને લીલા કલરનો ટ્રેકસૂટ પહેર્યું છે, મધ્યમ બાંધાનો ઘઉંવર્ણ વાળો કોઈ બિમારી સબબ બે-ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયેલ હોવાનું પ્રાથમિક અનુમાન છે જે કોઇ વાલી વારસ કે અન્ય ઓળખતું હોય તેમને વાંકાનેર સીટી પોલીસ મથકે બીટ જમાદાર નારણભાઈ સુખાભાઈ લાબડીયા મોબાઈલ નંબર ૯૮૭૯૦૭૬૨૦૮ અથવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૮૨૨૦૫૫૬ પર સંપર્ક કરવો.