એસટી વિભાગ દ્વારા દિવાળી ભેટ : મોરબીથી અમદાવાદ અને ભુજ માટે વોલ્વો બસ શરૂ

મોરબી : એસટી વિભાગ દ્વારા કમાઉ દીકરા જેવા મોરબી શહેરથી અમદાવાદ અને ભુજ જવા માટે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.

એસટી તંત્રના જણાવ્યા મુજબ મોરબી એસટી વિભાગ દ્વારા મોરબીથી અમદાવાદ વચ્ચે એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે જે સવારે ૭.૩૦, બપોરે ૧૨ વાગ્યે અને સાંજે ૬ વાગ્યે મોરબીથી અમદાવાદ જશે જેનું ભાડું રૂપિયા ૨૮૧ રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોરબીથી ભુજ વચ્ચે એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે જે સવારે ૭.૨૦, બપોરે ૧.૨૦ અને સાંજે ૭.૨૦ વાગ્યે ભુજ જવા માટે ઉપલબ્ધ બનશે જેનું ભાડું રૂપિયા ૩૭૬ રાખવામાં આવ્યું છે.

file photo