મોરબીની પીજી પટેલ કોલેજ તથા લિયો કલબ દ્વારા કચ્છ બોર્ડરે સેનાના જવાનોને મીઠાઈ વિતરણ

ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજ અને લિયો ક્લબ દ્વારા દિવાળીના તહેવાર નિમીતે ભારતીય સેનાના જવાનોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું

દિવાળીના ખુબ જ મહત્વના તહેવાર નિમિતે દિવાળીના દિવસે જ મોરબીની પી.જી.પટેલ કોલેજ અને લિયો ક્લબ દ્વારા કચ્છની બોર્ડર પરના આપણા મિલેટ્રી ફોર્સના સૈનિકો કે જે દિવસ રાત આપણી તથા આપણા દેશની રક્ષા કરે છે તેવા જવાનો માટે શુદ્ધ ઘીના ૧૦૦૦ કીલો અડદિયા તથા ૨૫૦ કીલો નમકીનના ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

બન્ને સંસ્થાઓ દ્વારા ઇન્ડિયા – પાક બોડઁર પર કચ્છમાં રુબરુ મીઠાઈ ફરસાણ વિતરણ કરી ધન્યતાનો અનુભવ કરી આ કાયઁમાં મદદ કરનાર તમામ દાતાઓ તથા મહાનુભાવો તેમજ વિતરણ કાર્યમાં સહભાગી બનનાર ૩૩ વ્યક્તિઓમાં ક્લબના સભ્યો, પી. જી. પટેલ કોલેજના વિધાથીઓ , ઉદ્યોગપતિઓ, મિત્રોનો પણ ખરા હૃદયથી પ્રિન્સિપાલ રવીન્દ્રભાઈ ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.