મોરબી ઉમા ટાઉનશીપમાં તસ્કરોના પરોણા

- text


રવિવારે રાત્રે બે ઘરને નિશાન બનાવ્યા : સોનાની બુટી, રોકડ અને મોબાઈલ લઈ નાસી ગયા

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રવિવારે મધ્યરાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા અને બે ઘરને નિશાન બનાવી સોનાનાદાગીના,રોકડ અને મોબાઈલ લઈને નાસી ગયા હોવાનું બહાર આવ્યું છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રવિવારે મધ્યરાત્રીના 2.30ના અરસામાં બે મકાનને નિશાન બનાવાયા હતા જેમાં રોયલ હાઈટસ-સી બ્લોક નં:-501 રહેતા કલોલા કિશનભાઈ મનસુખભાઈના રહેણાંકમાંથી 30 હજાર રોકડા, સોનાની બ્યુટી અને મોબાઈલ ફોન તસ્કરો ઉપાડી ગયા હતા.

આ ઉરંત અન્ય એક રહેણાંકને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજો તોડી નાખ્યો હોવાનું જણાવ મળ્યું છે, અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

- text