મોરબીમાં ગરીબ બાળકોને ફટાકડા આપી દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના બે યુવા મિત્રોનો સમાજને અનેરો સંદેશ

મોરબી : દીવાળીના તહેવારમાં ગરીબ બાળકો પણ ફટાકડા ફોડવાનો આનંદ માણી શકે તેવા ઉમદા હેતુ સાથે મોરબીના બે યુવા મિત્રો દ્વારા બાળકોને ફટાકડાની ભેટ આપવામાં આવતા ગરીબ બાળકો ગેલમાં આવી ગયા હતા.

મોરબીના નગરજનો હમેશા કઈક નવું કરી સમાજને પ્રેરણા પુરી પાડી રહ્યા છે બર્થડે સેલિબ્રેશન હોય કે પછી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાની હોય મોરબીના સમજસેવી લોકો આપ્યાનો આનંદ માણતા હોય છે આવા જ એક કિસ્સા મોરબીના બે યુવા મિત્રો નિલેશભાઈ ખખ્ખર અને કિશોરભાઈ હીરાણી દ્વારા નવલખી ફાટક નજીક ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ કરતા પરિવારના બાળકોમાં દિવાળી પર્વની ખુશીઓ ભેટ ધરી હતી.

વધુમાં મોરબીના નિલેશભાઈ ખખ્ખર અને કિશોરભાઈ હીરાણીએ આ ગરીબ બાળકો પણ સમાજના અન્ય બાળકોની જેમ જ ફટાકડા ફોડવાનો આનંદ ઉઠાવી શકે તે માટે જુદી જુદી પ્રકારના ફટાકડા ભેટ ધરતા બાળકોમાં ખુશીની લાગણી છવાઈ હતી.