હળવદમાં બિભિત્સ ચેનચાળા કરતા ઢગો ઝડપાયો

- text


હળવદ : હળવદના નવા ઇશનપુર ગામે વિકૃત માણસના શખ્સ દ્વારા એક સજ્જનના પત્ની અને બાળકો સામે જાહેરમાં ઉભા રહી બિભિત્સ ચેનચાળા કરતા આ મામલે પોલીસ ફરિયાદ બાદ પોલીસે ઢગાની શાન ઠેકાણે લાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઇસનપુર ગમે રહેતા શંકરભાઇ મોહનભાઇ પરમાર, ઉવ.૩૩ ધંધો.ખેતી વાળાએ પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવી ચંદુભાઇ ઉર્ફે રાજો જેરામભાઇ પરમાર રહે નવા ઇશનપુર તા.હળવદ વાળો ફરિયાદીના ઘર પાસે આવી પત્નિ તથા સંતાન સામે જાણી જોઇને પોતાના પેન્ટની ચેન ખોલી બિભત્સ ચેનચાળા કરતા હોય સમજાવા જતા આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઢગા ચંદુ ઉર્ફે રાજોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text