મોરબીના ઘૂંટું પત્નીને ગોતવા આવેલા પતિને પાઇપ ફટકારાયો

- text


મોરબી: મોરબીમાં કાલિકા પ્લોટમાં રહેતો યુવાન પોતાની પત્નીને ગોતવા ઘુંટુ ગામે જતા કોઈ કારણોસર માથકૂટ થતા એક શખ્સે પાઇપ ફટકારી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ ફરિયાદી પ્રકાશ સવજીભાઈ પરમાર, ઉવ.૩૦ રહે.ઉમીયાનગર કાલીકા કારખાનાની બાજુમાં વાળો પોતાની પત્નીને શોધવા માટે ઘુંટુ ગમે જતા મુકેશ હરીભાઇ સારેસા રહે.હાલ ઘુંટું તા જી.મોરબી મુળ હીરાપર તા.ટંકારાવાળા સાથે માથાકૂટ થતા મુકેશે ફરિયાદી પ્રકાશને ગાળો બોલી પાઈપ વડે ડાબા પગે ઘુટીના ભાગે મારતા મુંઢ ઈજા ઓ પહોંચાડતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

- text

- text