મોરબીના ગ્રામ્ય વિસ્તારોને દિવાળી ભેટ : રસ્તાના કામોને મંજુરીની મહોર

- text


મોરબી તાલુકાના તેર ગામોના એપ્રોચ રોડ મંજુર થતા ગ્રામ્ય પ્રજાને રાહત મળશે

મોરબી : ગુજરાત સરકાર દ્વારા મોરબી તાલુકાના જુદા-જુદા 13 ગામને જોડતા મુખ્ય રસ્તાઓના મજબૂતી કરણ અને રી-સરફેસ માટેના કામોને લીલીઝંડી આપી ગ્રામ્ય જનતાને સારા રસ્તાની દિવાળી ભેટ આપી છે.

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાના જણાવ્યા મુજબ માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા મોરબી તાલુકાના (1) ખેવાડીયા એપ્રોચ રોડ (2) પીપળીયા એપ્રોચ રોડ (3) બીલીયા એપ્રોચ રોડ (4) લીલાપર-લખધીરનગર (નવાગામ)રોડ (5) લખધીરનગર ( નવાગામ) અદેપર રોડ (6) નવા ખારચીયા એપ્રોચ રોડ (7) રામગઢ એપ્રોચ રોડ (8) જીવાપર એપ્રોચ રોડ (9) સોખડા એપ્રોચ રોડ (10) રંગપર એપ્રોચ રોડ (11) અમરનગર એપ્રોચ રોડ (12) ગુંગણ એપ્રોચ રેાડ (13) બેલા – શનાળારોડ સહીતના ગ્રામ્ય રસ્તાને ખાસ મરામત સદરે રી-સરફેસીંગ તથા મજબુતીકરણ માટે મંજુર કરેલ છે.

- text

વધુમાં આ રસ્તાના કામોના જેાબનંબર ફાળવવામા આવેલ સાથે કાર્ય પાલક ઈજનેરને ટેન્ડર પ્રકીયા હાથ ધરવા ગુજરાત સરકાર દ્વારા સુચના આપવામા આવેલ છે, આ રસ્તાના કામો મંજુર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી દુર થશે એવી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની યાદીમા જણાવવમા આવેલ છે.

- text