હાશ ! મોરબીમાં હવે ટ્રાફિકમાં નહિ ફસાવુ પડે

સામાકાંઠા વિસ્તારમાં જવા માટે નદીનો કોઝવે ખુલ્લો મુકાયો

મોરબી : મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તારમાં જવા માટે હવે લોકોને ટ્રાફિકજામમાં નહિ ફસાવું પડે, ખાટકીવાસથી સામાકાંઠે મયુર પુલને સમાંતર બનાવાયેલ કોઝવે શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવન જાવન માટે લોકોને મયુર પુલ અને પાડાપુલનો ઉપયોગ કરવો પડે છે જેમાં ખાસ કરીને રેલવે ફાટક બંધ હોય ત્યારે અને સવારે અને સાંજના ઓફીસ અવર્સમાં ટ્રાફિક જામ સર્જતો હોય લોકો ત્રાહિમામ પોકારી જાય છે.

પરંતુ હવે મયુર પુલને સમાંતર નદીમાં બનાવવામાં આવેલ કોઝવેનું કામ પૂર્ણ થઈ જતા વાહનો માટે આ કોઝવે ખુલ્લો મુકાયો છે જેથી હવે નાના વાહન ચાલકોને ટ્રાફિક જામમાં ફસાવું નહિ પડે અને સીધા જ શહેરમાં પહોંચી શકશે.