વાંકાનેર પોલીસ લાઈન ગરબી મંડળની બાળાઓને લ્હાણી વીતરણ કરાયું

વાંકાનેર : વાંકાનેર પોલીસ લાઈન ખાતે યોજવામાં આવેલ આધ્યાશક્તિ ગરબી મંડળની બાળાઓને શરદ પૂનમ અંતર્ગત લ્હાણી વીતરણ કરવામાં આવેલ આ ગરબી મંડળમાં અંદાજિત ૪૫ નાની બાળાઓએ નવરાત્રી દરમિયાન સુંદર ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આ લ્હાણી વીતરણ કાર્યક્રમમાં વાંકાનેર સીપીઆઈ બ્રહ્મભટ્ટ, સીટી પીઆઇ બી.ટી.વાઢીયા, મોરબી એલઆઈબી પીઆઈ એચ.એમ. રાઠોડ, સીટી પીએસઆઇ ધાંધલ, વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી હાજર રહી બાળાઓને પ્રોત્સાહિત કરી સોનાની બુટીનુ લ્હાણી વીતરણ કરેલ. આ નવરાત્રી ના સમગ્ર આયોજનમાં રાજભા જાડેજા અને હીરાભાઈ મઠીયાએ જહેમત ઉઠાવેલ.