ગોલ્ડનબાબાને ચેક રિટર્ન કેસમાં સજા પડતા ટંકારામાં ચકચાર

ધીરણધરનું મોટું નામ કરી વૈભવી જિંદગી જીવી ગામનું ફુલેકુ ફેરવવું ભારે પડ્યું

ટંકારા : ટંકારા તાલુકામાં ધીરણધર તરીકે ઝાકમઝોળ ભરી જિંદગી જીવી ગામના પૈસે જલ્સા કરનારા ગોલ્ડનબાબા ઉપનામ ધારી શખ્સને ચેક રિટર્ન કેસમાં સજા પડતા ટંકારામાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.

ત્રણ વર્ષ પહેલાં દીવાળી સમયે ચર્ચાસ્પદ બનેલા ગોલ્ડન બાબાને એક વર્ષની સજા પડતા ટંકારા પંથકમાં ફરી મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કિસ્સામાં ક્ષત્રિય ફરીયાદી ને ડરાવવા અને શાખ ખરડાઈ એ માટે અનેક આક્ષેપ અને ખોટી ફરીયાદ કરવામાં આવી હતી પરંતુ તેનુ કાઈ ન આવ્યુ. સાસુ વહુ ફિનાઈલ પિવાનુ નાટક પણ કરી ચુક્યા હતા.

વધુમાં ટંકારા પંથકમાંથી એક સમયે ધિરાણધર નુ મસ મોટુ નામ કરી ફિલ્મી લાઈફસ્ટાઈલની જીંદગી જીવી મોંધીદાટ ગાડીમાં ફરતા ગોલ્ડન બાબાના હુલામણા નામથી પ્રખ્યાત વાણદ યુવાને કેટલાયને જાળમા ફસાવી રાતો રાત છુ મંતર થઈ ગયો હતો બાદ તેના જ તારણહાર સમા ક્ષત્રિય મિત્રએ કરેલા ચેક રીટર્ન કેસમા એક વર્ષની સજા પડતા આ મુદ્દો ફરી દીવાળી ટાણે ચર્ચા નો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સજાના આરોપીએ ટંકારા પંથકમા દિવાળી ટાંકણે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હોય તેમ આલીશાન લાઇફ સ્ટાઇલ સાથે જીદગી જીવતો ગોલ્ડન બાબાના હુલામણા નામથી પ્રખ્યાત થઈ ગયો હતો અને લોકોએ અંજાઈ પૈસા આપ્યા હતા અને તેનુ દિવાળુ ફુકાઈ જતા ભારે ચકચાર જાગી હતી.