આજે રાત્રે મોરબીમાં રમઝટ બોલાવશે ગીતા રબારી : મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર લાઈવ પ્રસારણ થશે

ગીડ પરિવાર દ્વારા આયોજિત માતાજીના માંડવાના અનુસંધાને સંકલ્પ નવરાત્રી ગ્રાઉન્ડમાં ખાસ રાસ ગરબાનો કાર્યક્રમ

મોરબી : આજે ગીડ પરિવાર ના આંગણે મેલડી માતાજીના માંડવા પ્રસંગે આજે સોમવારે 22 ઓક્ટોબર ના રોજ રાત્રીના સુપ્રસિદ્ધ ગાયક ગીતા રબારી અને યુનુસ શેખ મોરબીના મહેમાન બની રહ્યા છે અને સંકલ્પ નવરાત્રી ગ્રાઉન્ડમાં રમઝટ બોલાવશે અને સમગ્ર કાર્યક્રમનું મોરબી અપડેટ ફેસબુક પેઈજ ઉપર લાઈવ કરવામાં આવશે તો ચૂકશો નહિ કાર્યક્રમ નિહાળવા.