અમેરિકાના મેક્સિકોમાં યોજાયેલ સિઆક એક્ઝિબિશનમાં મોરબીની 20 સીરામીક કંપનીઓનું ડિસ્પ્લે

મેક્સિકોના સૌથી મોટા એક્ઝિબિશનમાં મોરબીની સીરામીક પ્રોડક્ટ ધૂમ મચાવશે : મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : મોરબીનો સીરામીક ભારત જ નહિ બલ્કે વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યો છે ત્યારે લેટિન અમેરિકાના મેક્સિકો ખાતે યોજાયેલ સિઆક એક્ઝિબિશનમાં મોરબીની એક,બે નહિ પરંતુ 20 – 20 કંપનીઓએ ભાગ લઈ પોતાની ઉત્કૃષ્ઠ પ્રોડક્ટ ડિસ્પ્લે કરી જગતજમાદાર અમેરિકાના ઉપભોક્તાઓની આંખો ચાર કરી દીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લેટીન અમેરીકાના મેકસીકો સીટી ખાતે યોજાયેલ સીઆક એક્ઝિબિશનમાં મોરબીની 20 થી વધુ કંપનીઓએ પોતાની પ્રોડકટને ડીસ્પલે કરેલ છે, પ્રમોસન કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તરફથી આયોજનમા ઇન્ડીયન પેવેલીયનના ઉદઘાટન માટે ઇન્ડીયન એમ્બેસડર મુક્તેશ પરદેશી તેમજ કોમર્સીયલ હેડ અશ્વીની કુમાર, ટ્રેડ પ્રમોસન કાઉન્સીલ ઓફ ઇન્ડીયા ના જોઇન્ટ ડાયરેક્ટર જનરલ સુરેશકુમાર મખીજની તેમજ ફરાજખાન તેમજ સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા અને અન્ય ઉધોગકારો એ હાજરી આપી અને એકસીબીસનમા ઇન્ડીયન પેવેલીયન નુ ઉદઘાટન કર્યુ અનેહતું.

આ તકે મોરબી સીરામીક એસોશિએશન અને ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ દ્વારા મેકસીકોમા રહેલ સિરામીક પ્રોડક્ટની તક અંગે વિસ્ત્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આમ, મોરબીના ઉધોગકારો વિશ્વભરમા પોતાની પ્રોડકટ ને પહોચાડવા માટે ડેડીકેશન સાથે બધા જ એકસીબીસનમા સ્ટોલ રાખે છે ત્યારે વિશ્વના બીજા નંબરના મોરબી સિરામીક ઉધોગ માટે એમ્બેસેડરે જણાવ્યુ હતુ કે સિરામીક માટે મેક્સીકો મા ઉજ્વળ તકો રહેલી હોવાનું જણાવ્યું હતું.