વાંકાનેરના લેબર કોન્ટ્રાકટરની મધ્યપ્રદેશમાં હત્યા

- text


 

વાંકાનેરના સરતાનપરના વતની કોન્ટ્રાકટર મજૂરો લેવા કાર લઈને ગયા અને એમપીના રતનાળ ગામ નજીક રેલવે ટ્રેક નજીક લાશ મળી

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામના રહીશ લેબર કોન્ટ્રાક્ટની મધ્યપ્રદેશમાં રતનાળ નજીક હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના ડાયાભાઈ રામસંગભાઇ સરલા સિરામિક કારખાનામાં મજૂરો પૂરા પાડવાના કોન્ટ્રાક્ટ રાખે છે અને વધુ મજૂરો લેવા માટે તેમને ત્યાં જ કામ કરતા હેમરાજ નામના મૂળ મધ્યપ્રદેશના મજૂરને સાથે લઈ ગાડી નંબર GJ – 36 – F – 2806 લઈ એમપી ગયેલ હતા ત્યાં ડાયાભાઈ ની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે.

- text

આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા બનાવને સમર્થન આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રતનાલના દિનદયાળ પોલીસ સ્ટેશન દ્વારા એવી જાણ કરવામાં આવી છે કે ગુજરાત પાર્સિંગની ગાડી રેલવે ટ્રેક પાસે પડેલ છે, અને ત્યાં એક લાશ જોવા મળેલ છે જે ડાયાભાઈની છે. આ સમાચાર મળતાં તેમના પરિવારજનો તાત્કાલિક એમપી જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

- text