મોરબીમાં વિનામૂલ્યે સ્વાઇન ફલૂ ઉકાળો

તા. ૧૪ થી ૨૦ દરમિયાન સ્વાઇન ફ્લૂના દર્દીઓને ઉકળાનું વિતરણ

મોરબી : સ્વાઇન ફલૂ ના દર્દીઓ માંટે મોરબીમાં સેવાભાવી વૈદ દ્વારા તા. ૧૪ થી ૨૦ દરમિયાન વિનામૂલ્યે નાડી પરીક્ષણ કરી ઉકળાનું વિતરણ કરવામાં આવશે.

મોરબીના સેવાભાવી વૈદ કિશોરભાઈ દસાડીયા દ્વારા તેમના માતુશ્રી જયાબેન મુળજીભાઈ દસાડીયાના સ્મરણાર્થે આગામી તા. ૧૪ થી ૨૦ દરમિયાન સ્વાઇન ફ્લૂના દર્દીઓનું વિનામૂલ્યે નાડી પરીક્ષણ કરી અમૂલ્ય જડીબુટીમાંથી તૈયાર કરાયેલ ઉકાળો સવારે ૯ થી ૧૨ દરમિયાન વિજય હર ડ્રેસર, ચકિયા હનુમાન સામે, રવાપર રોડ ખાતે વિતરણ કરાશે, જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે વધુ વિગતો માટે મો. ૯૬૨૪૦૧૨૪૭૪ ઉપર સંપર્ક કરવો.