મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાની સ્માર્ટ શાળા તરીકે ઓળખ ધરાવતી ભરતનગર પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કો ઓર્ડીનેટર દેવાયત હેરભાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી.

- text

મોરબીથી દશ કિલોમીટર દૂર આવેલ જિલ્લાની ભરતનગર સ્માર્ટ શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા વિવિધ પ્રોજેકટ રજુ કર્યા હતા, સમગ્ર આયોજનને સફળ બનાવવા સીઆરસી કો ઓર્ડીનેટર દેવાયત હેરભાના તેમજ શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણીયાએ જહેમત ઉઠાવી હતી અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો.

- text